ફિક્સ પે કર્મચારીઓએ સરકારની લોલીપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો

ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાી કર્મચારી મંડળો દ્વારા માંગણી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ફિક્સ પે કર્મચારીઓએ સરકારની લોલીપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો 1 - image

વડોદરા, તા.19 રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારદારોના વેતનમાં કરેલો ૩૦ ટકા વધારો લોલીપોપ જણાવી કર્મચારીઓએ આજે વડોદરામાં નર્મદા ભવન ખાતે વિરોધ કર્યો  હતો અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ફિક્સ પેમાં નોકરી કરતા કર્મચારીઓ માટે સરકાર દ્વારા ગઇકાલે પગારવધારાની જાહેરાત કરી એક કર્મચારીને રૃા.૫થી ૭ હજારનો ફાયદો થાય તેમ જણાવ્યું હતું. સરકારની આ જાહેરાતનો ફિક્સ પે ધરાવતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અને જણાવેલ કે વર્ષોથી અમે આંદોલનો કર્યા બાદ પોણા સાત વર્ષ બાદ સરકારે આ વધારો કર્યો છે. વિવિધ સરકારી મંડળોની માંગણી સમાન કામ, સમાન વેતનની હતી.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે ફિક્સ પે પ્રથા નાબૂદ કરે તે માટે અમે આંદોલન શરૃ કર્યા ત્યારે દિવાળીની ભેટ આપી તેમ કહી વેતનવધારો કર્યો છે પરંતુ આ ભેટ નથી લોલીપોપ બતાવી છે. ફિક્સ પે પગારદારો દ્વારા આજે નર્મદા ભવન ખાતે એકત્ર થઇને સરકારની આ જાહેરાતનો વિરોધ કર્યો હતો અને લોલીપોપ બતાવી સાઇનબોર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં.




Google NewsGoogle News