નકલી ચલણી નોટ બનાવતા પકડાયેલા આરોપીને પાંચ વર્ષની સખત કેદ
ગાંધીનગરમાં પાંચ વર્ષ અગાઉ
કારમાં પ્રિન્ટર અને ખોટી નંબર પ્લેટ તેમજ આર.એન્ડ.બી
વિભાગનું ખોટું આઈ કાર્ડ પીકેપ મળી હતી : ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ઘ-૩ પાસે પાંચ વર્ષ અગાઉ કારમાં પ્રિન્ટર અને નકલી ચલણી નોટો સાથે પકડાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે જ્યારે એક આરોપીને નિર્દોષ છોડી મુકાયો હતો.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૨૭ ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ
ગાંધીનગરના ઘ-ત્રણ પેટ્રોલ પંપ નજીક ખોટી નંબર પ્લેટ સાથે કાર મળી આવી હતી. જેમાં
પોલીસે તપાસ કરતા પ્રિન્ટર અને ૫૦૦ના દરની ત્રણ બનાવતી નોટો પણ મળી આવી હતી. આરોપી
વિરલ બાબુભાઈ રાદડિયા તેમજ રણજીતસિંહ મૂળરાજસિંહ ચૌહાણને પોલીસ દ્વારા ઝડપી
લેવામાં આવ્યા હતા. વિરલ પાસેથી આર એન્ડ બી વિભાગનું સિવિલ એન્જિનિયરનું બનાવટી
આઈકાર્ડ તેમજ એક ખાખી કલરની પીકેપ પણ મળી આવી હતી. જે કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ
ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી એચ.આઈ.ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી
વકીલ જીગ્નેશ જોષી દ્વારા કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને આ ગુનાના
સાક્ષીઓની જુબાની લીધી હતી અને તે કેસને સમર્થન કરી રહી હતી. જેના પગલે કોર્ટ
દ્વારા આ ગુનાના આરોપી વિરલ બાબુભાઈ રાદડિયાને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦ રૃપિયા દંડનો
હુકમ કર્યો હતો તો બીજી બાજુ ગુનાના બીજ આરોપી રણજીતસિંહ મૂળરાજ સિંહ ચૌહાણને
નિર્દોષ છોડી મૂકવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.