વડોદરા નજીક હાઈવે પર લેપટોપ, મોબાઈલ, ઇ-સિગારેટ સહિતની ચીજો સાથે પાંચ પકડાયા

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
વડોદરા નજીક હાઈવે પર લેપટોપ, મોબાઈલ, ઇ-સિગારેટ સહિતની ચીજો સાથે પાંચ પકડાયા 1 - image

વડોદરા,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર 

વડોદરા નજીક હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન બે કારમાંથી પોલીસને લેપટોપ મોબાઈલ ઇ સિગારેટ જેવી ચીજ વસ્તુઓનો મોટો જથ્થો હાથ લાગતાં પાંચ શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ છે.

દુમાડ ચોકડી પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી હતી તે દરમિયાન બે કારમાંથી શંકાસ્પદ ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવતા પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી હતી. પકડાયેલા શખ્સો પાસેથી ચીજ વસ્તુઓનું બિલ કે આધાર નહીં મળતા પોલીસે અંદાજે રૂ.40 લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

પકડાયેલી ચીજોમાં 24 લેપટોપ, 8 આઈફોન, સોનાના દાગીના,ઈ સિગારેટના પેકેટ્સ, લેડીઝ પર્સ, જુદા જુદા પ્રકારના ક્રીમ, સાબુ, લેડીઝ ડ્રેસ વગેરેનો સમાવેશ થાય છે.

પોલીસને સંતોષકારક જવાબ નહીં મળતા (1) કુંજબિહારી રામ ગુપ્તા (કુરલા,મહારાષ્ટ્ર મૂળ બિહાર)(2) મોહમ્મદ ફકરૂદ્દીન અલી હુસેન સુનિલ વાલા (નાલા સોપારા- ઇસ્ટ,મુંબઈ) (3) મો.રિયાજહલીમ મો. સાલીમ શેખ (તૈલી મોહલ્લા, મુન્સી બિલ્ડીંગ મુંબઈ) (4)મુનાવર ઉમર ઈસ્માઈલ પલ્લવકર (તૈલી મોહલ્લા,મુંબઈ) અને (5)અહેસાન અમાનુલ્લા ખાન અજીજ ખાન (રાધા પેલેસ થર્ડ ફ્લોર, ક્રાફ્ટ માર્કેટ, મુંબઇ) ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News