સમતામાં મકાનના ટેરેસ પર દારૃની મહેફિલ માણતા પાંચ ઝડપાયા

પોલીસે દારૃની તૂટેલી બોટલ અને મોબાઇલ ફોન કબજે કર્યા

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
સમતામાં મકાનના ટેરેસ પર દારૃની મહેફિલ માણતા પાંચ ઝડપાયા 1 - image

વડોદરા,સમતા વિસ્તારમાં સામીપ્ય ડૂપ્લેક્સમાં ટેરેસ પર દારૃની મહેફિલ માણતા પાંચ નશેબાજોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, સમતા શિવમ પાર્ટી  પ્લોટ પાછળ સામીપ્ય  ડૂપ્લેક્સમાં ટેરેસ પર કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી, પોલીસના સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે તેઓને કોર્ડન કરીને પકડી લીધા હતા. જેમાં (૧) દર્પણકુમાર વિજયભાઇ ( રહે. સમૃદ્ધિ ડૂપ્લકેસ,  શિવમ પાર્ટી પ્લોટની  પાછળ, મૂળ રહે. રાણા સ્ટ્રીટ ગલી, જંબુસર,જિ.ભરૃચ) (૨) મિહીર કિશોરભાઇ ભુવીર ( રહે. આંબેડકર સોસાયટી, જંબુસર, જિ.ભરૃચ) (૩) પ્રિતેશ રણજીતભાઇ લિંબાચિયા (રહે. લીંબડી ચોક કહાનવા ગામ, તા. જંબુસર,  જિ.ભરૃચ) (૪) નિહલસિંગ અરૃણસિંગ રાજપૂત ( રહે. વિનાયક હાઇટ્સ, સોમા તળાવ  પાસે, ડભોઇ  રોડ) તથા (૫) મોહિત બિપીનભાઇ પટેલ ( રહે. વટપ્રદ ડૂપ્લેક્સ, અટલાદરા) નો સમાવેશ થાય છે. પોલીસે દારૃની તૂટેલી બોટલ અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News