સયાજીગંજ,જૂના પાદરારોડ,સમા જેવા વિસ્તારોમાં ટુવ્હીલર ચોરનાર ત્રણ પકડાયાઃ5 વાહન કબજે

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
સયાજીગંજ,જૂના પાદરારોડ,સમા જેવા વિસ્તારોમાં ટુવ્હીલર ચોરનાર ત્રણ પકડાયાઃ5 વાહન કબજે 1 - image

વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ટુવ્હીલરોની ઉઠાંતરી કરતા ત્રણ વાહન ઉઠાવગીરોને પોલીસે ઝડપી પાડયા છે.જે પૈકી કમાટીબાગ પાસે પકડાયેલા બે વાહનચોર પાસે ચાર ટુવ્હીલર મળ્યા છે.

ફતેગંજ જવાના માર્ગ પર કમાટીબાગના ઝાંપા પાસે બે યુવકો ચોરીનું સ્કૂટર વેચવા માટે ફરતા હોવાની માહિતી મળતાં સયાજીગંજના પીઆઇ આર જી જાડેજાએ ટીમ મોકલી વોચ રખાવી હતી.પોલીસે અશોક કાનજીભાઇ(દર્શનમ કોમ્પ્લેક્સ,આજવારોડ મૂળ પલાસા ગામ,કાલોલ,પંચમહાલ) અને આદિલ નઝીરમોહંમદ શેખ(વ્હાઇટ વુડાના મકાનમાં,વાસણારોડ મૂળ રહે.અકોટા ધનટેકરી)ને ઝડપી પાડી સ્કૂટરના કાગળ માંગતા તેમણે ગલ્લાતલ્લા કર્યા હતા.

આ સ્કૂટર પાંચ મહિના પહેલાં કમાટીબાગ પાસેથી ચોર્યું હોવાની વિગતો ખૂલી હતી.વધુ પૂછપરછ દરમિયાન તેમની પાસે વધુ ત્રણ ટુવ્હીલરની ચોરીનો ભેદ ખૂલતાં બીજા ત્રણ વાહનો પણ કબજે લેવાયા હતા.

આવી જ રીતે ગઇ તા.૧૧મીએ જૂના પાદરારોડની હોસ્પિટલ પાસેથી એક સ્કૂટરની ચોરી થઇ હતી.અકોટા પોલીસે બીજા જ દિવસે અકોટ ગાર્ડન પાસેથી ચોરીના સ્કૂટર સાથે મુસ્તાક સીરાજભાઇ મલેક(જૂના બજાર, કરજણ)ને ઝડપી પાડયો હતો.


Google NewsGoogle News