ગણેશોત્સવ વિસર્જન માટે અર્ધલશ્કરીદળો સહિત 5000 થી વધુ પોલીસ બંદોબસ્તમાં તૈનાત

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ગણેશોત્સવ વિસર્જન માટે અર્ધલશ્કરીદળો સહિત 5000 થી વધુ પોલીસ બંદોબસ્તમાં તૈનાત 1 - image

વડોદરાઃ વડોદરામાં ગણેશોત્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શહેર પોલીસ વિસર્જનની તૈયારીમાં વ્યસ્ત  બની છે.

દસ દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ દરમિયાન તા.૨૮મીએ શ્રી જી વિસર્જન થનાર હોવાથી પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જે મુજબ એસઆરપીની સાત કંપનીઓ ઉપરાંત આરએએફ,સીઆરપી તેમજ અન્ય બહારના અધિકારીઓની મદદ લેવામાં આવનાર છે.જ્યારે સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ પણ મોટી સંખ્યામાં હાજર રહેનાર હોવાથી અંદાજે ૫ હજારથી વધુ જવાનો બંદોબસ્ત જાળવશે.

આ દરમિયાન કોઇ અનિચ્છનિય  બનાવ ન બને તે માટે પોલીસ કમિશનરે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગણેશ મંડળોની દર બે પ્રતિમા વચ્ચે એક પોલીસ કર્મી હાજર રહે તેવી જોગવાઇ કરી છે.જે મુજબ ૧૬૩૬ જેટલા મંડળોએ નોંધણી કરાવી છે.


Google NewsGoogle News