નવાયાર્ડ રોડ પર રિક્ષા અને બસ વચ્ચે અકસ્માત ,પાંચ વિદ્યાર્થીનો બચાવ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
નવાયાર્ડ  રોડ પર રિક્ષા અને બસ વચ્ચે અકસ્માત ,પાંચ વિદ્યાર્થીનો બચાવ 1 - image

વડોદરાઃ નવાયાર્ડ રોડ પર આજે અકસ્માતના બનેલા બનાવને કારણે રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો.બનાવને પગલે લોકોના ટોળાં જામતાં ઉત્તેજના સર્જાઇ હતી.

નવાયાર્ડ-છાણી રોડ પર આજે બપોરે એક સ્કૂલના પાંચેક વિદ્યાર્થીઓને લઇ રિક્ષા જઇ રહી હતી ત્યારે સુરત તરફ જતી એસટી બસના ચાલક સાથે અકસ્માત થતાં રહી ગયો હતો.

પાંચક વિદ્યાર્થીઓને લઇ જતી રિક્ષા સુધી બસ આવી જતાં ડ્રાઇવરે બ્રેક મારી હતી અને રિક્ષાને અડી જાય ત્યાં સુધી આવેલી બસ રોકાઇ ગઇ હતી.જેને કારણે વિદ્યાર્થીઓને કોઇ આંચ આવી નહતી.લોકોનો ટોળાં જામતાં વાહનવ્યવહાર પર અસર થઇ હતી.

ફતેગંજ પોલીસ સ્ટેશને બંને પક્ષોને લઇ જવાયા હતા.પરંતુ ત્યાં તેમણે એકબીજાની સામે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું.જેથી સમાધાન કરીને બંને પક્ષને જવા દેવાયા હતા.


Google NewsGoogle News