પાંચ બુકાનીધારીઓએ વૃદ્ધ દંપતીને બાનમાં લઈ રૂપિયા 9.40 લાખની મત્તાની લૂંટ ચલાવી

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
પાંચ બુકાનીધારીઓએ વૃદ્ધ દંપતીને બાનમાં લઈ રૂપિયા 9.40 લાખની મત્તાની લૂંટ ચલાવી 1 - image


આણંદના સારસા ગામે ખેતરના મકાનમાં લૂંટાકૂં ત્રાટક્યા

લૂંટી લીધા બાદ દંપતીને ઘરમાં પૂરીને તેમના ફોનને ફેંકી દીધા ઃ પોલીસે શોધખોળ હાથ ધરી 

આણંદ: આણંદ તાલુકાના સારસા ગામે આવેલા એક ખેતરના મકાનમાં સોમવારે મધ્યરાત્રિના સુમારે ત્રાટકેલા પાંચ જેટલા બુકાનીધારી લૂંટાકૂઓએ એક વૃદ્ધ દંપતિને બાનમાં લઈ મહિલાને ચપ્પુ બતાવી તિજોરીની ચાવી લઈ સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ કૂા.૯.૪૦ લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભોળજ પોલીસે અજાણ્યા લૂંટારુઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આણંદ તાલુકાના સારસા ચોકડી નજીક આવેલા ખેતરમાં મકાન બનાવી રહેતા ૬૨ વર્ષીય પુનિતભાઈ બુધાભાઈ પટેલ સોમવારે રાત્રે પત્ની નમ્રતાબેન સાથે જમી-પરવારી સુઈ ગયાં હતાં. દરમિયાન રાત્રીના લગભગ બે વાગ્યાની આસપાસના અજાણ્યા પાંચ બુકાનીધારી શખ્સોએ તેઓના મકાનમાં પ્રવેશ કર્યો હતો. તે પૈકીના બે શખ્સોએ હોલમાં પ્રવેશ કરી પુનિતભાઈને બંધક બનાવ્યા હતા.  જો કે પુનિતભાઈએ સામનો કરવાનો પ્રયાસ કરતા લૂંટારુંઓએ તેઓને કોશ વડે માર માર્યો હતો. દરમિયાન અન્ય બે શખ્સો બીજા કૂમમાં સુઈ રહેલાં નમ્રતાબેન પાસે પહોંચ્યા હતા અને તેઓને ચપ્પુ બતાવી તિજોરીની ચાવી માંગી હતી. જેથી તેણીએ ડરી જઈ તિજોરીની ચાવી આપી દીધી હતી. 

ત્યાર બાદ અન્ય એક શખ્સ તિજોરીની ચાવી લઈને કૂમમાં ગયો હતો અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ કૂા.૯.૪૦ લાખની લૂંટ ચલાવી પાંચેય શખ્સો ફરાર થઈ ગયા હતા. જતા જતા લૂંટારુ શખ્સોએ વૃધ્ધ દંપતિને અંદરના કૂમમાં પુરી દઈ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને બન્નેના મોબાઈલ પણ બાથકૂમમાં ફેંકી દીધા હતા.

ભારે જહેમત બાદ વૃધ્ધ દંપતિ મકાનના અન્ય દરવાજાથી બહાર નીકળ્યાં હતાં અને ખેતર નજીકમાં રહેતા અન્ય શખ્સને બોલાવ્યા હતા. ત્યારબાદ પુનિતભાઈ પટેલે આ અંગે ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા લૂંટારું શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- લૂંટાકૂઓ ૨૨-૨૪ વર્ષની ઉંમરના હોવાનો અંદાજ  

આણંદ: ફરિયાદી પુનિતભાઈ પટેલના જણાવ્યા મુજબ અજાણ્યા પાંચ લૂંટારુઓ ૨૨ થી ૨૫ વર્ષના આશરાના હતા અને તેઓ ગુજરાતી ભાષા સાથે તુટી-ફુટી હિંદી મિક્સ કરી બોલતા હતા. તેઓએ મોઢા ઉપર કૂમાલ તથા માસ્ક પહેર્યા હતા. સૌપ્રથમ બે શખ્સોએ તેઓના કૂમમાં આવી તેમને પકડયા હતા અને કાકા કશું બોલ્યો તો માથું ફોડી નાંખીશ તેવું કહ્યું હતું. ત્યારબાદ પત્નીના કૂમમાં જઈ તિજોરીની ચાવીની માંગણી કરતા ચાવી આપતા અંદરથી એક શખ્સે કાકાને મારશો નહીં તેની પત્ની ચાવી આપે છે તેવું કહ્યું હતું.


Google NewsGoogle News