માણસા શહેરમાં મસ્જિદ ચોક પાસે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
પોલીસે રૃપિયા ૧૭,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી
માણસા : માણસા પોલીસને ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે શહેરમાં આવેલ મસ્જિદ ચોકથી સ્ટેટ બેન્ક તરફ જવાના રસ્તા પર જાહેરમાં કેટલાક ઇસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે જે બાતમી ના આધારે પોલીસે આ જગ્યા પર જઈ રેડ કરી અહીં જુગાર રમી રહેલા ઇસમોને ૧૭,૨૫૦ રૃપિયાની રોકડ રકમ સાથે ઝડપી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા પોલીસને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે શહેરમાં આવેલ
મસ્જિદ ચોકથી સ્ટેટ બેન્ક તરફ જતા રસ્તા પર મહેન્દ્રભાઈ મથુરભાઈ રાવળના ઘર આગળ
કેટલાક લોકો રોડ ઉપર જાહેરમાં પોતાના અંગત આથક લાભ સારું પાના પત્તાનો જુગાર રમી
રહ્યા છે જે બાતમી આધારે પોલીસે આ જગ્યા પર જઈ દૂરથી જોતા અહીં પાંચ શખ્સો પાના
પત્તાનો જુગાર રમી રહ્યા હતા જે તમામને પોલીસે કોડન કરી ઝડપી પૂછપરછ કરતા તેમણે
પોતાનું નામ(૧)મોસીમશા મુસ્તાકશા ફકીર(૨)શાહરૃખ અયુબભાઈ શેખ(૩)માજીદહુસેન
મહેમૂદમિયા મિરજા(૪)મહેન્દ્રભાઈ મથુરભાઈ રાવળ તમામ રહે.મસ્જિદ ચોક,માણસા તથા(૫)સાદિક હનિફભાઈ
શેખ રહે.દિલ્હી ચકલા,અમદાવાદ
હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેમની અંગજડતી કરતા તેમની પાસેથી ૧૫૫૮૦ રૃપિયા
અને દાવ પર મુકેલ ૧૬૭૦ રૃપિયા મળી કુલ ૧૭૨૫૦ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરી
ઝડપાયેલા પાંચે વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.