કલોલના સઈજમાંથી જુગાર રમતા પાંચ શખ્સની ધરપકડ
પોલીસે રોકડ સહિત ૪૬, ૬૦૦ નો મુદ્દા માલ જપ્ત
કલોલ : કલોલ તાલુકાના સઈજ ગામે જુગારધામ ચાલતું હતું ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ લોકોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૃપિયા ૪૬,૬૦૦ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો દરોડામાં કેટલાક જુગારીઓ ધાબા ઉપરથી ફરાર થઈ ગયા હતા તેમના મોબાઇલ મળી આવ્યા હતા જેના આધારે તેમની સામે પણ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બાબતે મળતી માહિતી અનુસાર ગાંધીનગર એલસીબી ટુ ને ખાનગી
રાહે બાતમી મળી હતી કે કલોલ તાલુકાના સઇજ ગામે ખાંટવાસમાં રહેતો ભોપાજી જુહાજી
ઠાકોર પોતાના ઘરે જુગારધામ ચલાવે છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો
ત્યારે અહીં પ્લાસ્ટિકના કોઇન ઉપર જુગાર રમાડવામાં આવી રહ્યો હતો જુગારની મહેફીલ
જામી હતી ત્યારે પોલીસને આવેલી જોઈ જુગારીઓના રંગમાં ભંગ પડયો હતો પોલીસે સ્થળ
ઉપરથી જુગાર રમતા દિનેશજી ઉર્ફે દીનો શંભુજી ઠાકોર તથા રમેશજી શકરાજી ઠાકોર અને
ભરતભાઈ રામસિંગભાઈ પાઠક તથા શૈલેષ
ઉર્ફે ભોલો ગફુરજી ઠાકોર અને અભુજી
અમરાજી ઠાકોર ને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ચૌદ હજાર સો અને
રૃપિયા ૩૨,૫૦૦ ની
કિંમતના સાત મોબાઈલ મળીને કુલ રૃપિયા ૪૬,૬૦૦ નો
મુદ્દા માલ જપ્ત કર્યો હતો દરોડામાં કેટલાક લોકો ધાબા ઉપરથી ફરાર થઈ ગયા હતા તેમના
મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેના આધારે તેમની સામે પણ ગુનો દાખલ કરી તેમની ધરપકડ
કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ જુગારધામ ચલાવતો મુખ્ય ધાર ભોપાજી
જુહાજી ઠાકોર પણ ફરાર થઈ ગયો હોય પોલીસે તેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.