હરણી લેક ઝોન દુર્ઘટનાના પાંચ ટકાના ભાગીદારો જેલભેગા
દોઢ વર્ષ પછી રોકાણ કરેલી રકમ પરત આપવાની અને પછી દર વર્ષે નફાના આઠ ટકા
વડોદરા,હરણી લેક ઝોન કાંડમાં પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસે મંગળવારે આરોપીઓ જતીનકુમાર હીરાલાલ દોશી, તેજલબેન આશિષભાઇ દોશી તથા નેહાબેન દિપેનભાઇ દોશીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી દીધા હતા. પોલીસ તપાસમાં જાણવા મળેલી વિગતો અનુસાર, ત્રણેય આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં પાંચ - પાંચ ટકાના ભાગીદારો હતા.તેઓએ પચાસ - પચાસ લાખ મળી કુલ દોઢ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હતું. પેઢીના મુખ્ય સંચાલકે એવું જણાવ્યું હતું કે, તમને ત્રણ વર્ષ પછી તમારી મૂડી પાછી મળી જશે. ત્યારબાદ તમને આઠ ટકાનું વળતર દર વર્ષે આપવામાં આવશે. તે ઓફરની લાલચમાં આવીને ત્રણેયે પેઢીમાં રોકાણ કર્યુ હતું.