Get The App

તાંદલજામાં સિમેન્ટની થેલીના રૃ.10 ઓછા કરવાના મુદ્દે સામસામે હુમલાઃ5 ને ઇજા

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
તાંદલજામાં સિમેન્ટની થેલીના રૃ.10 ઓછા કરવાના મુદ્દે સામસામે હુમલાઃ5 ને ઇજા 1 - image

વડોદરાઃ તાંદલજામાં સિમેન્ટની થેલીના ભાવ ઓછો કરવાના મુદ્દે થયેલી તકરારમાંથી બંને પક્ષે સામસામે હુમલો થતાં પોલીસે ફરિયાદ નોંધી છે.

તાંદલજામાં રહેતા આસિફ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે બપોરે હું કિસ્મત ચોકડી પાસે સિમેન્ટની થેલી લેવા ગયો ત્યારે રૃ.૪૦૦ લીધાહતા.જેથી મેં રૃ.૧૦ ઓછા કરવા કહેતાં દુકાનદાર સોહેલે તું થેલી મૂકી દે,તમે તો ગુજરાતી છો..તેમ કહી ગાળો ભાંડીને થપ્પડ મારી હતી.ત્યારબાદ મારો ભાઇ,પિતા અને મામા આવી જતાં સોહેલ તેમજ તેના મળતિયાઓએ સળિયા તેમજ અન્ય મારક હથિયારથી તેમના પર પણ હુમલો કર્યો હતો.જેથી પોલીસે સોહિલ, ફૈઝાન,આસમોહંમદ અને મેસરખાન સામે ગુનો નોંધ્યો છે.

સામે પક્ષે નવાયાર્ડમાં રહેતા મૂળ યુપીના મેસરખાન પઠાણે કહ્યું છે કે,હું મારી દુકાને હતો ત્યારે મારા ભાણાનો ફોન આવ્યો હતો કે આસિફ અને  બીજા ત્રણ જણા ભાવ બાબતે રકઝક કરી મારામારી કરે છે.જેથી હું ત્યાં ગયો ત્યારે મારામારી ચાલતી હતી અને મારી સાથે પણ ઝપાઝપી કરી હતી.જ્યારે મારા ભાણા ફેજલને પણ કોઇ વસ્તુ વડે ઇજા કરવામાં આવી હતી.હું ગોત્રી હોસ્પિટલમાં ગયો ત્યારે  પણ કેટલાક લોકોએ મને માર માર્યો હતો.જેથી પોલીસે આસિફ,ફરિદ,આરિફ અને ઝાકિરહુસેન સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News