ખેતીના દસ્તાવેજોની નોંધણી માટે પાંચ નવી સબ રજિસ્ટ્રાર કચેરી
વડોદરા અને લીમખેડામાં પણ શરૃ કરાઈ હવે બે અલગ-અલગ કચેરીએ જવું નહીં પડે
વડોદરા,ગુજરાતમાં કોર્પોરેશન વિસ્તારમાં માત્ર ખેતીની કચેરીઓના દસ્તાવેજો નોંધતી સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ કરી તેના સ્થાને નવી કચેરીઓ શરૃ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા નવા જાહેર કરેલા તાલુકાઓમા પાંચ નવી સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૃ કરાઈ છે.
આ નવી ઓફિસ શરૃ થતા પક્ષકારોએ ખેતી અને બિન ખેતીના દસ્તાવેજોની નોંધણી માટે બે અલગ અલગ કચેરીાં જવાની જરૃર રહેશે નહીં. નોંધાયેલા દસ્તાવેજોનો રેકર્ડ એક જ સ્થળેથી મળી રહેતા ઈન્ડેક્સ નકલ, શોધ ઈન્કમરબન્સ સર્ટિફિકેટ વગેરે મેળવવા માગતા અરજદારોને બે અલગ અલગ કચેરીએ જવાની જરૃર રહેશે નહીં. તાલુકા કક્ષાએથી જ દસ્તાવેજ નોંધણીની કામગીરી થવાથી લોકોને જિલ્લા સુધી નહીં જવું પડે.
અમદાવાદ, જામનગર, વડોદરા અને સુરતની કચેરી બંધ કરી છે. વડોદરામાં વડોદરા-૮ (વડોદરા સિટી- શહેર અને ગામો)ની માત્ર ખેતીની જમીન કચેરી બંધ કરી છે.
નવી જે શરૃ કરાઈ છે, તે મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકા માટે સબ રજિસ્ટ્રાર ઓફિસ, પ્રથમ માળ, મામલતદાર કચેરી કંપાઉન્ડ લીમખેડાનો સમાવેશ થાય છે. વડોદરામાં વડોદરા-૮ (વડસર) સમિયાલા, બિલ, અટલાદરા, વડસર, તલસટ, ચાપડ, ખલીપુર અને કલાલી માટે સબ રજિસ્ટ્રાર ઓફિસ વડોદરા-૮ (વડસર), ૬૨૫, ૬૨૬ છઠ્ઠા માળે, બ્લોક નં.૧, કુબેર ભવન- વડોદરા છે. તા.૧/૧/૨૦૨૪થી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી થશે.