હરણી ગામમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

રોકડા ૧૦ હજાર અને ચાર મોબાઇલ ફોન કબજે

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
હરણી ગામમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા 1 - image

 વડોદરા,હરણી ગામમાં જુગાર રમતા પાંચ જુગારીઓને હરણી  પોલીસે ઝડપી પાડી ૨૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

હરણી પોલીસને માહિતી મળી હતી કે, હરણી ગામ શિવજી ફળિયામાં કેટલાક લોકો જુગાર  રમી રહ્યા છે. જેથી,  પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ  કરતા પાંચ જુગારીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ  પાસેથી  રોકડા ૧૦,૩૨૦, ચાર મોબાઇલ ફોન મળી કુલ  રૃપિયા ૨૭,૦૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) હેમંત ભૂપેન્દ્રભાઇ શાહ (૨) સતિષ ભાઇલાલભાઇ પરમાર (૩) રણજીત રાયસીંગભાઇ પરમાર (૪) ભરત શંકરભાઇ ગોહિલ તથા (૫) સુરેશ અમરસીંગભાઇ  પરમાર ( તમામ રહે. હરણી ગામ) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News