નટરાજ ટાઉનશિપના પાર્કિંગમાં મહેફિલ માણતા પાંચ મિત્રો ઝડપાયા
પોલીસે દારૃની એક બોટલ અને પાંચ મોબાઇલ ફોન કબજે કર્યા
વડોદરા,પરશુરામ ભઠ્ઠા નજીક નટરાજ ટાઉનશિપના પાર્કિંગમાં દારૃની મહેફિલ માણતા પાંચ નશેબાજોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયા છે.
સયાજીગંજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, નટરાજ ટાઉનશિપના બી ટાવરના પાર્કિંગની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને દરોડો પાડતા (૧) જીતેન્દ્ર આનંદભાઇ કદમ (૨) સુનિલ દત્તુરામ કાળે (૩) શરદ આનંદભાઇ કદમ (૪) મનોજ ઉર્ફે બાબા સંજયભાઇ પાટિલ ( ચારેય રહે. નટરાજ ટાઉનશિપ, પરશુરામ ભઠ્ઠો, સયાજીગંજ) તથા (૫) સાગર સંતોષભાઇ માલુસરે ( રહે. શિવાલય હાઇટ્સ, ગોત્રી પાણીની ટાંકી પાસે) ને ઝડપી પાડયા હતા. પોલીસે દારૃની એક બોટલ, પાંચ મોબાઇલ ફોન મળી કુલ ૮,૬૫૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.