સમતાના અમૃતનગરના મકાનમાં જુગાર રમતા 5 પકડાયા,રોકડ-મોબાઇલ કબજે

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
સમતાના અમૃતનગરના મકાનમાં જુગાર રમતા 5 પકડાયા,રોકડ-મોબાઇલ કબજે 1 - image

વડોદરાઃ ગોરવા સમતા વિસ્તારમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી પાંચ જુગારીયાઓને ઝડપી પાડયા હતા.

શ્રાવણીયા જુગારના રોજેરોજ કેસ થઇ રહ્યા છે ત્યારે ગઇકાલે પોલીસને આવી જ રીતે સમતા વિસ્તારના અમૃત નગરના મકાનમાં જુગારખાનું ચાલતું હોવાની માહિતી મળતાં દરોડો પાડયો હતો.

પોલીસે જુગારીયાઓને પોતાના મકાનમાં બોલાવી જુગાર રમાડતા શૈલેષ ઉર્ફે શીવો ગોવિંદભાઇ રાવળ,જગદીશ ઉર્ફે અમન ચિત્રબહાદૂર થાપા(વૈકુંઠ ફ્લેટ,અમૃત નગર પાસે),પ્રકાશ ઉર્ફે પકીયો મગનભાઇ ડોડીયા (વ્રજભૂમિ સોસાયટી,અમૃત નગર પાસે), આરીફ સાબીરભાઇ દિવાન(મધુનગર વસાહત,કરોડીયારોડ) અને ગૌતમ ઉર્ફે ભરત કાન્તિલાલ સાવલીયા(વલ્મિકી નગર, ગોરવા)ને ઝડપી પાડી રોકડા રૃ.૧૭૧૮૦ અને ચાર મોબાઇલ સહિત કુલ રૃ.૩૨ હજારની મત્તા કબજે કરી હતી.


Google NewsGoogle News