ઘડિયાળી પોળમાં દારૃની મહેફિલ માણતા પાંચ બંગાળી કારીગરો ઝડપાયા
વાડી પોલીસ ભાડે આપેલા મકાનના ચેંકિંગમા નીકળી હતી ત્યારે નશેબાજો પકડાયા
વડોદરા,ઘડિયાળી પોળમાં દારૃની મહેફિલ માણતા પાંચ બંગાળી કારીગરોને વાડી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે તેઓની પાસેથી દારૃની બોટલ સહિતની સામગ્રી કબજે કરી છે.
વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં ભાડૂતની વિગતો ચેક કરવા માટે ફરતો હતો. તે દરમિયાન ઘડિયાળી પોળમાં આવતા શ્રીજીધામ કોમ્પલેક્સમાં એક ફ્લેટમાં કેટલાક વ્યક્તિઓ મોટા અવાજે વાત કરતા હતા. પોલીસે દરવાજો ખખડાવતા એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો. મકાનમાં ચાર વ્યક્તિઓ નીચે બેસીને મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે દારૃની મહેફિલ માણતા (૧) સુબ્રતો નિરંજનભાઇ પટનાયક (૨) મિથુન દિલીપભાઇ મંડલ (બંને રહે. શ્રીજીધામ કોમ્પલેક્સ, બાબુભાઇ દેસાઇની ખડકી, ઘડિયાળી પોળ) (૩)નિઝામુદ્દીન રહેમતઅલી શેખ (રહે. મેમણ કોલોની, પાણીગેટ) (૪)દિપકકુમાર અનિલકુમાર ભૌમિક તથા (૫) ઉત્તમકુમાર સોન્નાસી મૈતી ( બંને રહે. વાડી ભાટવાડા)ની સામે ગુનો દાખલ કર્યો હતો.