દાહોદ નકલી NA પ્રકરણમાં એક દલાલ સહિત પાંચની ધરપકડ
સિટી સર્વેમાં એન્ટ્રી કરાવી પ્રોપર્ટીકાર્ડ બનાવ્યા
ચાર મિલકત માલિકો સહિત પાંચેયને ચાર દિવસના રિમાન્ડ આપતી કોર્ટ
દાહોદ: દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં ધરપકડનો દોર હજી ચાલુ છે. પોલીસે ગઈકાલે ૧૨ જુદા જુદા સર્વે નંબરોમાં એનએની પ્રોસેસ તેમજ ૭૩ એએની પ્રોસેસ ન કરી સરકાર સાથે છેતરપિંડી કરવાના કેસમાં ચાર મિલકત ધારકો અને એક જમીન દલાલ સહિત કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉપરોક્ત મિલકત ધારકો પૈકી મઝહર કાગદી, અબ્દુલ અજીજ ગનીભાઈ પટેલ, મુસ્તફા હાસિમ જીરુવાલાને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી હેતુફેર કરવા માટેનો, ગોપાલ સુભાષચંદ્ર સોની માર્બલ ઉદ્યોગ તેમજ સિમેન્ટ ઉદ્યોગ બિનખેતી હેતુફેર માટે તથા પવન અગ્રવાલને શંકાસ્પદ સર્વે નંબરમાં જમીન દલાલી તેમજ બિન ખેતીનો બોગસ હુકમ રામુ પંજાબી એન્ડ કંપની પાસે કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત કચેરીના નામે નકલી હુકમોને સાચા તરીકે રજૂ કરી સીટી સર્વમાં એન્ટ્રી કરાવી પ્રોપર્ટી કાર્ડ બનાવવાના આ પ્રકરણમાં આ પહેલા નોંધાયેલ ફરિયાદોમાં પોલીસે તપાસ હાથ ધરતા ઉપરોક્ત વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે.