વારસિયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

રોકડા ૨૩,૭૦૦ તથા ત્રણ મોબાઇલ ફોન કબજે કરતી પોલીસ

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
વારસિયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા 1 - image

વડોદરા,વારસિયામાં જુગાર રમતા પાંચ ખેલીઓને કુંભારવાડા પોલીસે ઝડપી પાડી ૩૬ હજાર ઉપરાંતની મતા કબજે કરી છે.

કુંભારવાડા પોલીસનો સ્ટાફ વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વારસિયા ગોપાલ બેકરી પાસે આવેલા નારાયણ જનરલ સ્ટોરની આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે  રેડ  પાડતા  પાંચ જુગારીઓ રોકડા ૨૩,૭૦૦ તથા ત્રણ મોબાઇલ ફોન મળી કુલ  રૃપિયા ૩૬,૨૦૦ ની મતા સાથે ઝડપાઇ ગયા હતા. પકડાયેલા  જુગારીઓમાં (૧) હિતેશકુમાર કનૈયાલાલ નાથાણી ( રહે. વાસવાણી કોલોની, વારસિયા) (૨) વિશાલ અશોકભાઇ લાલવાણી ( રહે. કોટની  પાછળ, રામાપીર મહોલ્લો, વારસિયા) (૩) પ્રદિપ મનુભાઇ પંજાબી (  રહે. ટી - ૧૩ ની સામે વારસિયા) (૪) મનોજકુમાર  પ્રકાશભાઇ કેવલરામાણી ( રહે. સંતરામ કોલોની, વારસિયા) તથા (૫) દિનેશકુમાર મોહનલાલ પવાર ( રહે. વારસિયા) નો સમાવેશ થાય છે.  પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૨૩,૭૦૦ તથા ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૩૬,૨૦૦ ની મતા કબજે કરી છે.


Google NewsGoogle News