વડોદરામાં આજવા રોડ પર હોટલની પાછળ જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં આજવા રોડ પર હોટલની પાછળ જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા 1 - image


- આજવા રોડ પર જુગાર રમતા પાંચ જુગારીઓને બાપોદ પોલીસે ઝડપી પાડી 15,500 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે.

વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

વડોદરા પોલીસની માહિતી મળી હતી કે આજવા રોડ ખટ્ટી ઈમલી હોટલની પાછળ ગલીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડા રૂપિયા તથા મોબાઇલ મળીને કુલ 15,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા જુગારીઓમાં (1) દેવ નારાયણ ભાઈ મૌર્ય (રહેવાસી ભુતડી જાપા રામદેવપીરની ચાલી) (2) હરીચંદ્ર તુકારામ સાળુંકે (રહે. સરદાર ઉદ્યોગ સોસાયટી કિશનવાડી ) (3) કિરણ ચંદ્ર અમૃતલાલ વસાણી (રહે.છાણી ગામ ) (4) મહેન્દ્ર ડાયાભાઈ રોહિત (રહેવાસી દત્તનગર આજવા રોડ ) તથા (5) રમેશ શ્રીચંદ્ર પંજાબી ( રહે. લકુલેશનગર આજવા રોડ) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News