ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પર પહેલી વખત મકરપુરાથી ૫૦૦૦ ટન સામાન સાથેની ગૂડઝ ટ્રેન દોડાવાઈ
વડોદરાઃ વેસ્ટર્ન રેલવેના ડેડિટેકેટ ફ્રેઈટ કોરિડોર પર આજે પહેલી વખત મકરપુરાથી ગોઠણગામ સુધી ૫૦૦૦ ટન સામાન ભરેલી ગૂડઝ ટ્રેનને દોડાવવામાં આવી હતી.
આ ટ્રેન પ્રતિ કલાક ૧૧૦ કિલોમીટરની ઝડપથી દોડી હતી અને સામાન સાથે અઢી કલાકમાં ગોઠણગામ પહોંચી હતી.આ પહેલા ગઈકાલે આ જ ટ્રેનના એન્જિનની મકરપુરાથી ગોઠણગામ સુધીની ટ્રાયલ લેવામાં આવી હતી.જોકે આજે સામાન ભરેલી ગૂડઝ ટ્રેનનો સફળતાપૂર્વક ટ્રાયલ લેવામાં આવ્યો હતો.
વેસ્ટર્ન રેલવેના ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનુ કામ ઝડપભેર ચાલી રહ્યુ છે અને આગામી વર્ષના માર્ચ મહિના સુધીમાં તેની તમામ કામગીરી પૂરી થઈ જાય તેવી શક્યતા છે.આ કોરિડોરના કારણે માલ સામાનની હેરફેર વધારે ઝડપી બનશે તેમજ પેસન્જર ટ્રેનોના ટ્રેક પર ગૂડઝ ટ્રેનનો ટ્રાફિક ઓછો થતા પેસેન્જર ટ્રેનોને પણ વધારે ઝડપથી દોડાવવી શક્ય બનશે.
આ ટ્રેક પર ૨૩ ઓક્ટોબરે ગૂડઝ ટ્રેનની ટ્રાયલ સૌથી પહેલા લેવામાં આવી હતી.