કલોલના દંતાલીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, રસ્તા મુદ્દે ફાયરિંગમાં 1નું મોત, 3 લોકો ઘાયલ
ફાયરિંગની ઘટનાથી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : ઘટના
સ્થળે પોલીસ કાફલો ખડકી દેવાયો
એક્સ આર્મી મેન દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ચાર લોકોને ગોળીઓ વાગી
15 વર્ષીય સગીરે ગંભીર ઇજાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો
કલોલ તાલુકાના દંતાલી ગામે રસ્તા બાબતે થયેલી તકરારમાં
ફાયરિંગની ઘટના બની હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું એક્સ આર્મી મેન રમેશભાઈ
રામસિંગ ભરવાડ દ્વારા રસ્તા બાબતે થયેલી તકરારમાં તેણે પોતાની પાસે રહેલ
હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં ચાર
લોકોને ગોળીઓ વાગી હતી ગોપાલભાઈ ભરવાડ તથા તેમના દીકરા વિજય ભરવાડ અને વિપુલ ભરવાડ
તથા ૧૫ વર્ષીય રીન્કુ ભરવાડને ગોળીઓ વાગી હતી જેથી તેઓને તુરંત સારવાર માટે
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગોળી વાગવાથી ગંભીર રીતે
ઈજાગ્રસ્ત થયેલ રીન્કુ ભરવાડનું મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો
દાખલ કરી હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે એ બનાવને પગલે જિલ્લા પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના
સ્થળે દોડી આવ્યો હતો અને ગામમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
દંતાલી ગામે એક્સ આર્મીમેન રમેશભાઈ ભરવાડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક કિશોરનું મોત નિપજ્યું હતું તેમજ ત્રણ લોકોને ગોળીઓ વાગતા તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આરોપી રમેશભાઈએ પોતાની લાયસન્સ વાળીમાંથી ફાયરિંગ કર્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.