પાદરા અને વાઘોડિયામાં પાર્ટી પ્લોટ અને શૈક્ષણિક સંકુલનેફાયર સેફ્ટીની નોટિસ
વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા વડોદરા શહેર ઉપરાંત આસપાસના નગરોમાં પણ ફાયર સેફ્ટની મુદ્દે ચેકિંગ કરવા માંડ્યું છે.જે દરમિયાન આજે ફાયર બ્રિગેડે ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકારી રાખનાર પાદરા અને વાઘોડિયામાં ફાયર સેફ્ટીના મુદ્દે ચેકિંગ કરી આઠ શૈક્ષણિક સંકુલ અને પાર્ટી પ્લોટને નોટિસ ફટકારી છે.
પાદરામાં મામા એસ્ટે પાર્ટી પ્લોટ,લેઉવા પટેલ વાડી પાર્ટી પ્લોટ,મનુસ્મૃતિ હોલ,કચ્છી સમાજની વાડી, અવસર પાર્ટી પ્લોટ અને કુબેર ફાર્મ પાર્ટી પ્લોટને નોટિસ આપવામાં આવી છે.જ્યારે,વાઘોડિયા ખાતે પારુલ ઇન્સ્ટિટયૂટ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટર (લીમડા) તેમજ જવાહરલાલ નેહરુ હોમિયોપેથિક મેડિકલ હોસ્પિટલ કેમ્પસ (લીમડા)ને નોટિસ આપી છે.