સાવલીની પ્લાસ્ટિકની કંપનીમાં આગ, આખો શેડ ધરાશાયી, 8 કલાકે આગ પર કાબૂ

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
સાવલીની પ્લાસ્ટિકની કંપનીમાં આગ, આખો શેડ ધરાશાયી, 8 કલાકે આગ પર કાબૂ 1 - image


વડોદરા નજીક સાવલી તાલુકાની પ્લાસ્ટિકની કંપનીમાં મોડી રાતે લાગેલી આગ માં આખો શેડ તબાહ થઈ ગયો હતો.      

મંજુસર જીઆઇડીસીમાં આવેલી કે વી પ્લાસ્ટિક નામની કંપનીમાં બનાવેલા શેડમાં પ્લાસ્ટિકના મટીરીયલ નો મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. ગઈ મોડી રાતે કોઈ કારણસર આગ લાગતા સાવલી ફાયર બ્રિગેડ કામે લાગી હતી.     

આગ બેકાબુ બનતા પ્લાસ્ટિકનું આખું મટીરીયલ ખાક થઈ ગયું હતું. ઉપરોક્ત સ્થળે રહેતા માણસો પણ સ્થળ છોડી ગયા હતા. આગ એટલી પ્રચંડ હતી કે તેને કાબુમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.      

ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો અને પાંચ ફાયર ફાઈટર કામે લાગતા આઠ કલાકે આગ કાબુમાં આવી હતી.


Google NewsGoogle News