પાનોલીની કેમિકલ કંપનીમાં રાત્રે આગથી અફરાતફરી

કામદારોને સલામત સ્થળે ખસેડાયા ઃ ભારે જહેમત બાદ આગ કાબૂમાં

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
પાનોલીની કેમિકલ કંપનીમાં રાત્રે આગથી અફરાતફરી 1 - image

અંકલેશ્વર તા.૧૮ પાનોલી જીઆઈડીસીની હિન્દુસ્તાન સ્વાકો લિમિટેડ કંપનીમાં આજે સમી સાંજે ભીષણ આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી.

પાનોલી જીઆઈડીસીની હિન્દુસ્તાન સ્વાકો લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકાએક આગ ફાટી નીકળી હતી. બનાવ અંગેની જાણ થતા પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મોડેથી અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

ઓઇલ ફલૂઇડ કેમિકલ બનાવતી આ કંપનીમાં જોકે આગ કયા સંજોગોમાં લાગી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ આગ બાદ તુરંત તમામ કામદારોને સલામત સ્થળે પહોંચાડી દેવાતા કોઈ જાન હાની કે ઇજા પહોંચી હોવાનુ જાણવા મળ્યુ નહોતું. બનાવની જાણ થતા મામલતદાર, પોલીસ તંત્ર, જીપીસીબી તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતાં.




Google NewsGoogle News