Get The App

જીઆઇડીસીમાં મોટર ગેરેજમાં આગ, ગેસ સિલિન્ડર કાઢી લેતા દુર્ઘટના ટળી

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
જીઆઇડીસીમાં મોટર ગેરેજમાં આગ, ગેસ સિલિન્ડર કાઢી લેતા દુર્ઘટના ટળી 1 - image

વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં ગઈ રાતે મોટર ગેરેજમાં બનેલા આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

મકરપુરા જીઆઇડીસીમાં આવેલા પટેલ મોટર્સ નામના ગેરેજમાં કામકાજ બંધ કરીને મિકેનિકો ઘેર ગયા ત્યારબાદ એકાએક આગ લાગતા કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

મકરપુરા ફાયરની ટીમ બનાવના સ્થળે આવી હતી અને એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. ફાયર બિગડે ગેસનો બોટલ કાઢી લેતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગમાં મોટર ગેરેજનો સામાન લપેટાયો હતો. બનાવના સ્થળ પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.


Google NewsGoogle News