Get The App

વડોદરામાં જીએસએફસી સામે આવેલા ગેરેજમાં આગ, ભારે નુકસાન

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં જીએસએફસી સામે આવેલા ગેરેજમાં આગ, ભારે નુકસાન 1 - image

વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવાર

વડોદરા ખાતે જીએસએફ આવેલા એક મોટર ગેરેજમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. વડોદરા કોર્પોરેશન અને જીએસએફસી ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.

જીએસએફસી સામે આવેલા હિંદુસ્તાન ગેરેજમાં ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોના એન્જિન તેમજ અન્ય રીપેરીંગ કામ કરવામાં આવતું હતું. આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી હતી.

ઉપરોક્ત બનાવને પગલે વડોદરા કોર્પોરેશન અને જીએસએફસીની ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને દોઢથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં વાહનોના એન્જિનો અન્ય સામાન તેમજ રોકડ રકમ ખાખ થઈ ગયા હતા. બનાવો અંગે પોલીસે પણ કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News