વડોદરા નજીક જરોદ ખાતે NDRFના કેમ્પ પાછળ ખેતરોમાં ભીષણ આગ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક જરોદ ખાતે NDRFના કેમ્પ પાછળ ખેતરોમાં ભીષણ આગ 1 - image

વડોદરાઃ વડોદરા નજીક જરોદ ખાતે આવેલા એનડીઆરએફના કેમ્પ પાછળ ખેતરોમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૃપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી.આગ કેમ્પ તરફ પ્રસરી રહી હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.

વડોદરા-હાલોલ વચ્ચે જરોદ નજીક આવેલા જરોદિયાપુરા ગામે એનડીઆરએફનો કેમ્પ આવેલો છે અને તેની પાછળ દૂર સુધી ખેતરો આવેલા છે.આજે સાંજે કોઇ કારણસર ખેતરના કચરામાં આગ લાગી હતી.

પવનનું જોર વધુ હોવાથી આગ ઝડપભેર પ્રસરી હતી.આગ કાબૂમાં લેવા માટે એનડીઆરએફની ટીમો ઉપરાંત હાલોલ ફાયર બ્રિગેડ કામે લાગી હતી.

પરંતુ આગ વધુ ફેલાઇ રહી હોવાથી અને કેમ્પ તરફ વધી રહી હોવાથી વડોદરા ફાયર  બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.ઉપરોક્ત સ્થળે કેટલીક કંપની પણ આવેલી છે.જો આગ કાબૂમાં નહિં આવે તો તેને પણ નુકસાન થવાની દહેશત છે.


Google NewsGoogle News