ત્રણ દિવસમાં ત્રીજો બનાવ ,મકરપુરામાં 4000 લિટર ઓઇલ ભરેલી ટેન્કમાં આગ લાગતાં અફરાતફરી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
ત્રણ દિવસમાં ત્રીજો બનાવ ,મકરપુરામાં 4000 લિટર ઓઇલ ભરેલી ટેન્કમાં આગ લાગતાં અફરાતફરી 1 - image

વડોદરાઃ વડોદરામાં ત્રણ દિવસમાં ફેક્ટરીમાં આગનો ત્રીજો બનાવ બનતાં ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.આજે મકરપુરા જીઆઇડીસીમાં એક ફેક્ટરીમાં ઓઇલ ભરેલી ખુલ્લી ટેન્કમાં આગ લાગતાં નાસભાગ મચી હતી.

નવાયાર્ડ વિસ્તારની જૂની અપાર ઇન્ડસ્ટ્રિઝની જગ્યામાં વેરહાઉસમાં ભીષણ આગ લાગવાના બનાવનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.જ્યારે,બીજા દિવસે એટલે કે ગઇકાલે નંદેસરીની ડામર બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી.

આજે બપોરે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એસ એમ હિટ ટ્રિટમેન્ટ કંપનીની ઓઇલ ટેન્કમાં એકાએક આગલાગતાં બૂમરાણ સાથે નાસભાગ મચી હતી.ખુલ્લી ટેન્કમાં ૪૦૦૦ લિટર જેટલું ઓઇલ હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળી હતી.ઓઇલને કારણે ધુમાડાના વાદળ છવાયા હતા.

જીઆઇડીસી ફાયર  બ્રિગેડની ટીમે ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.જો કે,ઓઇલ બચી શક્યું નહતું.જ્યારે, ૩૦ થી વધુ કામદારો બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ થઇ નહતી.આગનું પ્રાથમિક કારણ ઓવરહિટિંગ હોવાનું મનાય છે.પોલીસે બનાવની વિગતો મેળવી હતી.


Google NewsGoogle News