જીએસએફસી સામે ગોડાઉનમાંથી નીકળતી ટ્રક આગમાં લપેટાઇ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
જીએસએફસી સામે ગોડાઉનમાંથી નીકળતી ટ્રક આગમાં લપેટાઇ 1 - image

વડોદરાઃ જીએસએફસી સામે સોખડા રોડ પર આજે બપોરે એક ટ્રકમાં આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

બુ્રશેલ ઇન્ડ.પાર્ક નજીક ગોડાઉનમાંથી સામાન ભરીને નીકળી રહેલી મહારાષ્ટ્રની એક ટ્રકમાં ક્યા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી.પરંતુ આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી અને આખી ટ્રકને લપેટમાં લઇ લીધી હતી.

ફાયર બ્રિગેડના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ આવી જતાં આગ કાબૂમાં લીધી હતી.પોલીસે પણ બનાવ અંગે માહિતી મેળવી હતી.


Google NewsGoogle News