વાઘોડિયારોડની હોસ્પિટલના મીટરોમાં શોર્ટસર્કિટ થતાં અફરાતફરી
વડોદરાઃ વડોદરાની વધુ એક હોસ્પિટલમાં આજે આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડ દોડી ગઇ હતી.સારાનશીબે આ બનાવમાં કોઇ ખાસ નુકસાન થયું નથી.
વાઘોડિયારોડ પર નાલંદા ટાંકી પાસે આવેલી અમી હોસ્પિટલના પહેલા માળે આજે બપોરે મીટરોમાં શોર્ટસર્કિટ થતાં ધડાકા સાથે ધુમાડા છવાયા હતા.બનાવને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જો કે ડે કેર હોસ્પિટલમાં કોઇ પેશન્ટ ન હતું તેમજ સ્ટાફ પણ બહાર આવી જતાં કોઇ જાનહાનિ થઇ નહતી.પાણીગેટ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.