Get The App

લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડની ઝાડીઓમાં આગ,25 ફૂટની જ્વાળાઓ ઉઠી

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડની ઝાડીઓમાં આગ,25 ફૂટની જ્વાળાઓ ઉઠી 1 - image
symbolic

વડોદરાઃ લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડની ઝાડીઓમાં આજે આગ લાગતાં ફાયર બ્રિગેડે પોણો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિર સામે લક્ષ્મી વિલાસ પેલેસ ક્મ્પાઉન્ડ પાસે આજે બપોરે સૂકા કચરામાં આગ લાગી હતી. પવનનું જોર વધુ હોવાથી આગ ઝડપભેર પ્રસરી રહી હતી.

એક તબક્કે સૂકા વેલાને કારણે આગ કેટલાક ઝાડ સુધી પહોંચી હતી અને ૨૦ થી ૨૫ ફૂટ જેટલી જ્વાળાઓ પણ ઉઠી હતી.કોઇ રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરતાં તરત જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડ આવી ગઇ હતી.બે ફાયર એન્જિનનો ઉપયોગ કરી આગ કાબૂમાં લેવામાં આવી હતી.


Google NewsGoogle News