Get The App

સરકિટ હોઉસમાં રૃમના એસીમાં શોર્ટસર્કિટ થતાં આગ,ઓડિટર બહાર નીકળી જતાં બચાવ

Updated: Sep 6th, 2024


Google News
Google News
સરકિટ હોઉસમાં રૃમના એસીમાં શોર્ટસર્કિટ થતાં આગ,ઓડિટર બહાર નીકળી જતાં બચાવ 1 - image

વડોદરાઃ વડોદરા સરકિટ હોઉસના એક રૃમમાં આજે સાંજે એસીમાં શોર્ટસર્કિટ થતાં આગનો  બનાવ બન્યો હતો.જો કે તેમાં કોઇ જાનહાનિ થઇ નથી.

અલકાપુરી ખાતેના સરકિટ હાઉસના રૃમ નંબર ૮માં ઓડિટ કરવા આવેલા રાજકોટના આસિ.ઓડિટર હાજર હતા ત્યારે એસી ચાલુ કરતાં શોર્ટસર્કિટ થવાથી ધુમાડા છવાયા હતા.

અધિકારી સમયસૂચકતા રાખી બહાર નીકળી ગયા હતા.તો બીજીતરફ સરકિટ હાઉસના સ્ટાફે ફાયરના સાધનોથી આગ કાબૂમાં લીધી હતી.ફાયર બ્રિગેડ પહોંચી ત્યાં સુધી આગ કાબૂમાં આવી ગઇ હતી.જો રાત્રિના સમયે આ બનાવ બન્યો હોત તો જાનહાનિ તેમજ મોટું નુકસાન થયું હોત.

Tags :
vadodarafirecaughtACcircuithouseroom

Google News
Google News