mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડોદરાના વાસણા રોડ પર વાનમાં લાગી આગ : બે લોકોનો આબાદ બચાવ

Updated: Jun 28th, 2024

વડોદરાના વાસણા રોડ પર વાનમાં લાગી આગ : બે લોકોનો આબાદ બચાવ 1 - image


Fire in Vehicle at Vadodara : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં આજે સવારે એક વાનમાં આગ લાગતા ચાલક તેમજ મહિલાનો બચાવ થયો હતો. 

વાસણા રોડ ડી-માર્ટ થી તાંદલજા તરફ જતી વાનમાં ધુમાડા નીકળતા વાહન ચાલકે સમય સૂચકતા વાપરી કારને એક બાજુએ લીધી હતી. દરમિયાનમાં ધુમાડાની સાથે આગની ચિનગારી નીકળવા માંડતા સ્થાનિક લોકો મદદએ આવ્યા હતા અને કારચાલક પુરુષ અને મહિલાને બચાવમાં મદદરૂપ થયા હતા. 

થોડીકવારમાં વાન આગમાં લપેટા હતા. યુવકોએ નજીકની સ્કૂલમાંથી આગ બુજાવવાના સાધન તેમજ નજીકના મકાનોમાંથી પાણી લાવી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. 

પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ પેટ્રોલની પાઇપ લીકેજ થતા આગ લાગી હોવાનું મનાય છે.

Gujarat