ફાયર બ્રિગેડે ગાંધીનગર ટાઉન હોલ સામેના સિટાડેલ કોમ્પ્લેક્સ સહિત પાંચ કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપ્યું
વડોદરાઃ ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકારી રાખવા બદલ વધુ પાંચ કોમ્પ્લેક્સના ફાયર બ્રિગેડ દ્વારા વીજ જોડાણ કાપવામાં આવ્યા છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર બ્રિગેડ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ,શૈક્ષણિક સંકુલો,હોટલો,હોસ્પિટલો વગેરે સામે ફાયર સેફ્ટી માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડ દ્વારા અનેક બિલ્ડિંગોેને નોટિસો આપવામાં આવી છે.પરંતુ કેટલીક ઇમારતોમાં હજી પણ ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા નથી.જેથી આવા બિલ્ડિંગો સામે ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજે ફાયર બ્રિગેડે વધુ પાંચ કોમ્પ્લેક્સને સીલ કર્યા હતા.જેમાં ગાંધીનગર ટાઉન હોલની સામે આવેલું વિશાળ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સિટાડેલ,ઉપરાંત સયાજીગંજનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર,આંતરિક કોમ્પ્લેક્સ,પ્રેસ્ટિજ કોમ્પ્લેક્સ અને વડસરના મેફેર અર્ટિયમ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.