સ્માર્ટ સિટી વડોદરામાં સુવિધા માટે વલખા મારતા ફાયર બ્રિગેડના કર્મયોગીઓ
વડોદરા,તા.23 ઓગષ્ટ 2022,મંગળવાર
વડોદરા શહેરમાં દાંડિયા બજાર ખાતે જર્જરિત ફાયર સ્ટેશન તોડી પાડ્યા બાદ છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર બેસી શહેરની રક્ષા કરતા ફાયર કર્મીઓ નવા ફાયર સ્ટેશનની જંખના સેવીનેબેઠા છે. પરંતુ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાના બદલે સત્તાધીશો ઠાગાઠૈયા કરતા દયનિય વિષય બન્યો છે.
મેયર ,ચેરમેન સહિતના અધિકારી પદાધિકારીઓને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, દાંડીયા બજાર ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડના જવાનો પોતાની અને પોતાના પરીવારની ચિંતા કર્યા વિના વડોદરા શહેરના નગરજનોને પુરની પરિસ્થિતિ હોય કે આગના બનાવ હોય અથવા કુદરતી હોનારત કે પછી કુદરતી આફત હોય પરંતુ હર હમેશાં જીવના જોખમે સેવાકીય કાર્ય માટે પોતાની ફરજ ખડેપગે નિભાવી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો માટે રહેવા તેમજ બેસવા માટેની સુવિધાઓ માટે ફાયર સ્ટેશન હતું. પરંતુ જર્જરિત હોવાથી તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અતંર્ગત અનેક કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ જે નવું ફાયર સ્ટેશન બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. તેની આજ દિન સુધી કોઈપણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. હાલમાં તમામ ઋતુમાં વડોદરા શહેરના ફાયર બ્રિગેડના જવાનોને બહાર ખુલ્લામાં બેસવું પડે છે. સાથે અનેક સાધન સામગ્રી ખુલ્લામાં જોવા મળે છે સાથે ફાયર બ્રિગેડની કામગીરી માટે બંબા,એમ્બ્યુલન્સ તેમજ અન્ય વ્હીકલ ખુવિશ્વાસુલ્લામાં રહેવાથી કલર પણ નીકળી ગયા છે. જેથી માનવતાની દ્રષ્ટિએ આ ફાયર બ્રિગેડના જવાનોને તાત્કાલિક ધોરણે નવું ફાયર સ્ટેશનની સુવિધા આપવામાં આવે.