ફાયર સેફ્ટીના મુદ્દે પાદરાના છ હોલ અને વડોદરાની સ્કૂલ સહિત ૮ને નોટિસ
વડોદરાઃ ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ કરતા ફાયર બ્રિગેડ દ્વારા આજે વધુ છ નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી.જેમાં પાદરાના છ હોલ નો પણ સમાવેશ થાય છે.
ફાયર બ્રિગેડે વડોદરામાં સમાની પાર્થ જૂનિયર સ્કૂલ અને વાઘોડિયારોડ ઇન્દ્રપ્રસ્થ મિકસ ઓક્યુપેન્સીને ફાયર સેફ્ટીના મુદ્દે નોટિસ આપી હતી.
જ્યારે,પાદરાના મહાપ્રભુજી સત્સંગ હોલ,હઝરત પીર બાવામીયા હોલ,શ્રીદશા મેવાડે અમદાવાદી વાડી,દિનેશ ગાંધી સ્મૃતિ હોલ,કાઠિયા પટેલ વાડી અને ઉમિયા વાડીને પણ નોટિસ આપી છે.