બ્રેક કે બાદ ફાયર બ્રિગેડે ફરીથી ઝુંબેશ ઉપાડી,8 રહેણાંક બિલ્ડિંગો સીલઃરકઝક થઇ
વડોદરાઃ વડોદરામાં ફાયર સેફ્ટની ઝુંબેશ ચલાવનાર ફાયર બ્રિગેડે થોડા સમયના બ્રેક બાદ ફરીથી ઝુંબેશ શરૃ કરી આજે આઠ રહેણાંક બિલ્ડિંગોને સીલ કરી હતી.
ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન કેટલાક સ્થળે સ્થાનિકો સાથે રકઝક પણ થઇ હતી.ઉષાકિરણ બિલ્ડિંગના રહેવાસીએ કહ્યું હતું કે,અમારા બિલ્ડિંગની ફાયર સિસ્ટમ ચાલુ છે.પરંતુ રિન્યુઅલ બાકી હોવાથી કાર્યવાહી કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા જે બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રાવપુરા વિસ્તારની સૌથી જૂની ઉષાકિરણ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રાવપુરાની જાણીતી સમીર બિલ્ડિંગ, બગીખાનાની સિલ્વર કાસ્કેડ,કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર પાસે મેડ વે ટાવર,વાડી શાકમાર્કેટ પાસે ના ઋષિકેશ ટાવર,સયાજી ગંજના લક્ષ્ય ટાવર,માંજલપુરના વી એવન્યુ કોમ્પ્લેક્સ અને સરદાર ભુવનના શાલીમાર ચેમ્બરનો સમાવેશ થાય છે.
ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું છે કે, અમારી ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની છે.