વડોદરાના લાલબાગ એસઆરપી ગ્રુપ પાસે ટેલરિંગની દુકાનમાં આગ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
વડોદરાના લાલબાગ એસઆરપી ગ્રુપ પાસે ટેલરિંગની દુકાનમાં આગ 1 - image

image : freepik

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર 

વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આજે વહેલી સવારે એક દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.      

લાલબાગ બ્રિજ નજીક એસઆરપી ગ્રુપ પાસે આજે વહેલી સવારે એક દુકાનમાંથી ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.

ફાયર બ્રિગેડે ટેલરિંગની દુકાનમાં લાગેલી આગ કાબુમાં લીધી હતી અને વધુ નુકસાન અટકાવી હતું. પોલીસ અને વીજ કંપનીની ટીમ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી.‌


Google NewsGoogle News