સાવલીમાં છેડતી: પરિણીતાના પતિ સહિત બે વ્યક્તિને માર મારી, ટેન્કર ચડાવી પતાવી દેવાની ધમકી આપનાર ચાર સામે ફરિયાદ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
સાવલીમાં છેડતી: પરિણીતાના પતિ સહિત બે વ્યક્તિને માર મારી, ટેન્કર ચડાવી પતાવી દેવાની ધમકી આપનાર ચાર સામે ફરિયાદ 1 - image

વડોદરા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા જિલ્લાના સાવલીમાં રહેતા એક યુવકે પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદ્યું હતું. તેના નાણા બાકી હતા તેથી પંપના માલિક સહિત ચાર વ્યક્તિએ તેને અટકાવી નાણાંની ઉઘરાણી કરી હતી. અને માર માર્યો હતો. ક્યારે યુવકને છોડાવવા તેની પત્ની સહિત બે વ્યક્તિ આવ્યા હતા. બંનેને માર મારી પરિણીતાની છેડતી કરી હતી. અને યુવકને ટેન્કર ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી નાસી જનાર ચાર સામે ફરિયાદ નોંધાઈ હતી.

 સાવલીના કુંભારવ ગામમાં રહેતા નિતીન રમણ રાણાના 40 વર્ષીય પત્ની શીલાબેને સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સાવલી ઇન્ડિયન પેટ્રોલ પંપના રિકી જગદીશ પટેલ અને તેના પિતા જગદીશ પટેલ તથા નાઝીર અને નટુભાઈ મળી ચાર વ્યક્તિએ ભેગા મળીને ગત બપોરે 12:00 વાગ્યા પછી મારા પતિ નીતિનભાઈને કહ્યું હતું કે "મારા ડીઝલના બાકી નીકળતા પૈસા કેમ આપતો નથી?" એમ કહી લાકડી વડે માર માર્યો હતો. ત્યારે ભરત ઉર્ફે ગોતીયા રાણા નીતિનભાઈ ને છોડાવવા વચ્ચે પડ્યો હતો. તેની જાણ શીલાબેન ને થતા તેઓ પણ છોડાવવા માટે ગયા હતા તો તેમનો ડ્રેસ ફાડી નાખી છેડતી રે કરી હતી જ્યારે નાઝીરે કહ્યું હતું કે "નિતીન, તું વડોદરા થી અમદાવાદ કરે છે તો તારી ઉપર ટેન્કર ચડાવી દઈશ" કહી મારી નાખવાની ધમકી આપી ચારેય નાસી ગયા હતા. પોલીસે ચારે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારે કોઈ પૈસા આપવાના નથી કહી પંપના માલિક પર હુમલો કર્યો

સાવલીના ગિરધર નગરની ચોપડી પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદ્યા બાદ નિતીન ધનજી રાણાએ નાણા આપ્યા ન હોવાથી તેની ઉઘરાણી પેટ્રોલ પંપના માલિક હિરેન જગદીશ પટેલ (રહે બરોડા ગ્રીન લેગ હરણી તેમજ ક્રિષ્ના પાર્ક સાવલી) એ કરી હતી. ત્યારે નિતીન ઉપરાંત કિશન મનોજ રાણા અને ભરત તખતસિંહ રાણાએ આવીને મારે કોઈ પૈસા આપવાના નથી કઈ ઉશ્કેરાઈ જઈને મુઢ માર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News