Get The App

વડોદરા નજીક ભાયલીની સાઈટ પર શ્રમિકના મોત મુદ્દે બિલ્ડર સહિત ત્રણ સામે ગુનો

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
વડોદરા નજીક ભાયલીની સાઈટ પર શ્રમિકના મોત મુદ્દે બિલ્ડર સહિત ત્રણ સામે ગુનો 1 - image


- સાઈડ ઉપર સેફ્ટી નેટ સહિતના સાધનો શ્રમિકોને પુરા નહીં પાડવા અંગે બેદરકારી બદલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

વડોદરા,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા નજીક આવેલ ભાયલી ગામની સીમમાં નવી બંધાતી સ્વસ્તિક હાઈટ્સ નામની બિલ્ડીંગના બાંધકામ દરમિયાન બિલ્ડીંગમાં પાલક પર ઊભા રહી પ્લાસ્ટરનું કામ કરતા મહેશ સમસુભાઈ નિસરતા ઉંમર વર્ષ 34 અચાનક ઉપરથી નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની નોંધ તાલુકા પોલીસે કરી તપાસ હાથ ધરી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે સાઈટ ઉપર બાંધકામનું કામ કરતા શ્રમિકોને જરૂરી સેફ્ટીના સાધનો સેફ્ટી નેટ સેફટી શુઝ સેફટી બેલ્ટ સેફ્ટી હેલ્મેટ જેવા સાધનો પૂરા પાડ્યા ન હતા અને શ્રમિકોને જીવના જોખમમાં મૂકી તેઓ પાસે કામ કરાવતા હતા.

આ અંગે સ્વસ્તિક હાઈટ્સ બિલ્ડિંગના બિલ્ડર યસ રાજુલભાઈ પટેલ રહે સોલારીસ એપાર્ટમેન્ટ વેવસ ક્લબની પાસે ભાયલી, શિવમ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર રાજેશ હરિભાઈ હરખાણી, અને સાઈટ સુપરવાઇઝર જાસ્મિનભાઈ હરિભાઈ હરખાણી રહે વચનામૃત સોસાયટી અટલાદરા સામે ગુનો દાખલ કરી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News