વિવિધ વિસ્તારોમાં સફાઇ કરી ગંદકી કરવા બદલ દંડ વસૂલ્યો
તળાવો, રોડ, એન્ટ્રી પોઇન્ટ તેમજ માર્કેટ વિસ્તારમાંથી ૮૮૯૦૦નો દંડ વસૂલ
વડોદરા, તા.22 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તળાવો અને એન્ટ્રી પોઇન્ટ પર સફાઇ કામગીરી કરીને જાહેરમાં ગંદકી કરતા લોકોને દંડિત કર્યા હતા અને ૮૮,૯૦૦નો દંડ વસુલ કર્યો હતો.
દ૭ણિ ઝોનમાં કપુરાઇ તળાવની આસપાસ કપુરાઇ એન્ટ્રી પોઇન્ટ, ગુરુકુલ ચાર રસ્તા, દંતેશ્વર તળાવ આસપાસ, લાલબાગ બ્રિજ, માંજલપુર મસીયા તળાવ આસપાસ બરોડા ડેરી રોડ, સુશેન સર્કલથી મકરપુરા ગામ માંજલપુર દરબાર ચોકડી, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જાંબુવા એન્ટ્રી પોઇન્ટ તેમજ તરસાલી એન્ટ્રી પોઇન્ટ ખાતે સફાઇની કામગીરી હાથ ધરી હતી. અને ગંદકી કરનાર નાગરિકો પાસેથી રૃા.૩૨,૧૦૦/- નો દંઢ કર્યો હતો. ઉત્તર ઝોનમાં છાણી કેનાલ વિસ્તાર, સમા કેનાલ વિસ્તાર, મંગલ પાંડે રોડ, મંગલેશ્વર બ્રિજ, નાગરવાડા, ખંડેરાવ માર્કેટ આજુબાજુના વિસ્તારમાં સફાઇ કાર્ય કર્યું હતું.
પૂર્વ ઝોનમાં બાપોદ તળાવ, કમલાનગર તળાવ, મેન રોડ, આજવા રોડ એન્ટ્રી પોઇન્ટ, ગધેડા શાક માર્કેટ વિસ્તાર, પરિવાર ચાર રસ્તા તેમજ આજુબાજુના વિસ્તાર ખાતે સફાઇની કામગીરી કરી જાહેરમાં ગંદકી કરનાર નાગરિકો પાસેથી રૃા.૨૯,૩૦૦નો દંડ વસુલ કર્યો હતો.
પશ્ચિમ ઝોનમાં પંચવટી કેનાલ રોડ, ભાયલી ગ્રીન ફીલ્ડ, દીવાળીપુરા અતિથિગૃહ, દીપ પાર્ટી પ્લોટથી બીલ ગામ જવાના રસ્તે સફાઇ કામગીરી કરી. ગંદકી કરનાર લોકો પાસેથી રૃા.૨૭,૫૦૦નો દંડ વસુલ્યો હતો.