Get The App

આખરે વડોદરા જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર, જુનુ માળખું બદલાયું

Updated: Mar 22nd, 2023


Google News
Google News
આખરે વડોદરા જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર, જુનુ માળખું બદલાયું 1 - image

વડોદરા,તા.22 માર્ચ 2023,બુધવાર

વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખે રાજીનામું આપી દીધા બાદ નવા પ્રમુખે જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર કર્યું છે.

વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખને વાઘોડિયા વિધાનસભાની ટિકિટ મળ્યા બાદ તેમનો પરાજય થયો હતો. જેથી તેમણે પ્રમુખ પદે રાજીનામું આપી દીધું હતું. જ્યારે જિલ્લા પ્રદેશ પ્રમુખે જિલ્લા સંગઠનનું માળખું વિખેરી નાખ્યું હતું.

આખરે વડોદરા જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર, જુનુ માળખું બદલાયું 2 - image

પ્રદેશ ભાજપ દ્વારા વડોદરા જિલ્લાના નવા પ્રમુખ તરીકે કરજણના પૂર્વ ધારાસભ્યની નિમણૂક કર્યા બાદ તેમણે આજે નવા સંગઠનનું માળખું જાહેર કર્યું છે. જેમાં ત્રણ મહામંત્રીમાંથી અગાઉના બે મહામંત્રીને પડતા મુકાયા છે. આ ઉપરાંત તેઓ કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી પણ બદલવામાં આવ્યા છે. 

નવા જિલ્લા પ્રમુખ દ્વારા મહિલા મોરચા કિસાન મોરચા અને યુવા મોરચાના પણ હોદ્દેદારોની રચનાની જાહેરાત કરવામાં આવી છે.

Tags :