આખરે આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક શરૃ : વેઇટીંગ ઘટાડવા હવે મથામણ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
આખરે આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક શરૃ : વેઇટીંગ ઘટાડવા હવે મથામણ 1 - image


આજથી ગરમીમાં વાહનોની લાંબી લાઇનો દેખાશે

અગાઉથી લીધેલી એપોઇન્ટમેન્ટને રિ-સિડયુલ કરવામાં આવીઃમેઇન્ટેનન્સ કરવાનું હોવાથી બે દિવસ ટ્રેક બંધ રહ્યો

ગાંધીનગર :  ગાંધીનગરની સાથે સમગ્ર ગુજરાત અને દેશના આરટીઓમાં મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી બે દિવસ ટેસ્ટીંગ ટ્રેક સહિત લાયસન્સ સંબંધિ તમામ કામગીરી બંધ રહી હતી. ગઇકાલે ટ્રેક શરૃ થઇ ગયો છે ત્યારે વેઇટીંગ દૂર કરવા માટે તંત્ર મથામણ કરી રહ્યું છે. ગરમીને કારણે કામગીરી ઉપર અસર પડી છે ત્યારે વેઇટીંગ દૂર કરવા માટે વધારાના સ્ટોલ કરવા પડે તો નવાઇ નહીં.

આરટીઓના સારથિ સહિત અન્ય સોફ્ટવેર તથા ટેકનીકલ ઇસ્યુ વારંવાર સર્જાય છે ત્યારે આ સોફ્ટવેર-એપ્લિકેશન સહિત ટેકનોલોજીની અપડેશન તથા મેઇન્ટનન્સ પણ સમયાંતરે જરૃરી છે જેના પગલે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બંધ કરીને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતની સાથે દેશમાં એક જ સાથે મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે નવી સિસ્ટમ પણ આવનારા દિવસોમાં અમલી બનવાની હોવાથી તે અંગે પણ તંત્ર વિચારણા કરી રહ્યું છે ત્યારે મેઇન્ટેનન્સને કારણે બે દિવસ બંધ કહ્યા બાદ ગઇકાલે બપોરે ટ્રેક અને લાયસન્સ સંબંધિ અન્ય કામગીરી ફરી શરૃ થઇ ગઇ હતી ત્યારે અગાઉ પણ ટ્રેક બંધ રહેવાને કારણે વેઇટીંગ રહેતું હતું ત્યારે વધુ બે દિવસ ટ્રેક બંધ રહેવાથી વેઇટીંગ વધ્યું છે. જે દૂર કરવા માટે હવે તંત્રના અધિકારીઓ મથામણ કરી રહ્યા છે. એટલુ જ નહીં, ગરમીના દિવસોમાં લાયસન્સ તથા ટેસ્ટીંગની કામગીરી ઉપર અસર દેખાઇ રહી છે ત્યારે વેઇટીંગ ઘટાડવા માટે તંત્રએ વધારાના સ્લોટ ઉભા કરવા પડશે તેમ પણ લાગી રહ્યું છે. ટ્રેક શરૃ થઇ જતા હવે સોમવારથી આરટીઓમાં વાહનોની લાંબી લાઇનો દેખાવવાની શરૃ થઇ જશે. ત્યારે ઘણા વખત પહેલાથી એપોઇન્ટમેન્ટ લીધી હોય અને તે દિવસે ટ્રેક બંધ હોય તેવા અરજદરોની એપોઇન્ટમેન્ટ રિ-સિડયુલ કરવામાં આવશે.


Google NewsGoogle News