માંજલપુરમાં યુવતીને હેરાન કરવાના મુદ્દે મારામારી

બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી : ગાલ પર બચકું ભરી લીધું

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
માંજલપુરમાં યુવતીને હેરાન કરવાના મુદ્દે મારામારી 1 - image

વડોદરા,યુવતીનો પીછો કરી  હેરાન કરવાના મુદ્દે મારામારી થતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા જી.આઇ.ડી.સી. પાસે ગંગાબા સાગર નગરમાં રહેતો આશિષ સુનિલકુમાર અંકલેશ્વરિયા સેલ્સમેન તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,માંજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતીને જી.આઇ.ડી.સી.રોડ શંકર બાગ સોસાયટીમાં રહેતો સંજય રમેશભાઇ રાઠવા  હેરાન કરતો હોવાથી હું યુવતીની માતા અને મારો મિત્ર ઇરફાન શેખ ( રહે. વુડાના મકાનમાં, સોમા તળાવ પાસે) એ સંજયને મળવા માટે મહાલક્ષ્મી  પાર્ટી પ્લોટ  પાસે બોલાવ્યો હતો. ત્યાં રાનીબેન, ઉષાબેન, ધર્મીબેન તથા  પરેશ આવી ગયા હતા. ધર્મીબેને યુવતીની માતાના ગાલ પર બચકું ભરી લીધું હતું. તેઓએ અમારા પર હુમલો કરી મને પણ ઇજા પહોંચાડી હતી.

જ્યારે સામા પક્ષે ધર્મીબેન સરોજે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સંજય રાઠવા, પરેશ રાઠવા, જયદીપ,સુમિત માળી, વિશાલ તથા હિતેશે અમારા  પર હુમલો કર્યો હતો.


Google NewsGoogle News