Get The App

તરસાલીમાં યુવતીની છેડતી મુદ્દે બે પરિવાર વચ્ચે ઉગ્ર મારામારી

બે મહિલા સહિત પાંચને ઇજા ઃ બંને પક્ષોની સામસામે ફરિયાદ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
તરસાલીમાં યુવતીની છેડતી મુદ્દે બે પરિવાર વચ્ચે ઉગ્ર મારામારી 1 - image

વડોદરા, તા.28 શહેરના તરસાલી વિસ્તારમાં યુવતીની છેડતી મુદ્દે બે ઘરના સભ્યો વચ્ચે ઉગ્ર મારામારી થઇ હતી. મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી એકબીજાને માર મારતાં આખરે પોલીસ બોલાવવી પડી હતી.

તરસાલી વિસ્તારમાં હરી રેસિડેન્સી ખાતે રહેતા વિલાસબેન જયેશભાઇ પ્રજાપતિએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારો પુત્ર તેમજ પતિ ઘેર હતા ત્યારે અમારા ઘરના સામેના ટાવરમાં રહેતા સોનમ સુમીતસિંગ સીકરવાર, તેનો ભાઇ નકુલસિંગ અને પત્ની પિંકી ત્રણે મારા ઘેર આવ્યા હતાં અને નકુલસિંગે મારી બહેનની છેડતી કેમ કરી તેમ કહી મારા પુત્ર નિખીલને માર મારવા લાગ્યો હતો અમે તેને છોડાવવા જતાં પિકીએ મારા વાળ ખેંચી નીચે પાડી દઇ માર માર્યો હતો જ્યારે અન્યએ મારા પતિ સાથે પણ ઝપાઝપી કરી હતી.

આ બનાવમાં પોલીસે સામેપક્ષે છેડતીની ફરિયાદ નિખીલ જયેશ પ્રજાપતિ તેમજ નિખીલની માતા વિલાસબેન સામે નોંધી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું નણંદ સાથે અગાસી પર કપડાં સૂકવીને જતા હતા ત્યારે નિખીલે દાદર પર સામે ઊભા રહી વાત કરવા જબરજસ્તી કરી હતી. આ અંગે અમે કહેવા જતાં મારી સાથે ઝપાઝપી કરી મારા વાળ ખેંચી મને માર માર્યો  હતો.




Google NewsGoogle News