વડોદરાના આનંદનગરમાં પાનની દુકાન પર ફાટેલી નોટ આપવા મુદ્દે બે જૂથ્થો વચ્ચે મારમારી
image : Freepik
વડોદરા,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા કારેલીબાગના આનંદનગર ચાર રસ્તા પાસે પાનના ગલ્લા પર સિગારેટ લેવા ગયેલા યુવક સાથે ફાટેલી નોટ મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં બંને જથ્થો વચ્ચે મારામારી પણ થઇ હતી. જેમાં બંને પક્ષોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ જૂનાગઢના અને હાલમાં અમિતનગર સર્કલ પાસેની અમિતનગર સોસાયટીમાં રહેતા શિવરાજ મેરામભાઇ બસીયા આનંદનગર ચાર રસ્તા કારેલીબાગ ખાતે ડિલક્ષ પાન નામની દુકાન ધરાવે છે. તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા-22/11/2023 ના રોજ હુ દુકાનેથી બપોરના સુમારે ઘરે જમવા માટે ગયો હતો. તે દરમ્યાન મારી દુકાન ખાતે નોકરી કરતા કરણ ૨ત્નાભાઇ કાતરીયાનો મારા પર ફોન આવ્યો હતો કે આનંદ નગરમાથી એક મીત ઠક્કર નામે ગ્રાહક પચાસ રૂપીયાની ફાટેલી નોટ લઈ દુકાન ખાતે સીગારેટ લેવા માટે આવ્યો છે. જેથી મેં તેને ફાટેલી નોટ ના લીધે સીગારેટ આપવાની ના પાડતા તે મારી સાથે ઝગડો કરે છે જેથી હુ દુકાન ખાતે ગયો ત્યારે મીત ઠક્કર દુકાન ખાતે હાજર હતો નહી. જેથી મે મારા મોટાભાઈ ભુપતભાઇ મેરામભાઈ બસીયા જાણ કરતા તેઓ પણ મારી દુકાન ખાતે આવ્યા હતા.બધા દુકાન ખાતે ઉભા હોય તે દરમ્યાન બપોરે મીત ઠક્કર તથા તેનો મીત્ર બાલી સાથે ટુ વ્હીલર લઇને આવ્યો હતો અને બન્ને અમારી સાથે ઝઘડો કરી માર મારવા લાગેલ બાદ થોડીવારમાં એક અજાણ્યો શખ્સે આવી તેને પણ અમારી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. લોકોનુ ટોળુ ભેગુ થતા અમોને વધુ મારમાથી બચાવ્યા હતા. દુકાનેથી જતા જતા આ મીત ઠક્કરે અમોને જણાવેલ કે હુ અહીયા મારુ જ ચાલે છે અને તમે તમારી દુકાન બંધ કરી દેજો અને દુકાન ચાલુ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેઓ ત્યાથી જતા રહ્યો હતો.
કોઇએ પોલીસને જાણ કરતા પોલીસના માણસો આવી ગુનો નોંધી ત્રણ જણા સામે કાર્યવાહી હાથ ધરી હતી. સામા પક્ષના મીત સંતોષ ઠક્કરે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હુ કોલ્ડડ્રિંક્સ તથા સિગારેટ લેવા માટે ગયો હતો ત્યારે ફાટેલી નોટ હોય અહિયાથી આપી હોવાનું જણાવ્યું હતું. જેથી બોલાચાલી થતા દુકાનના માલિક સહિત ત્રણ જણાએ માર માર્યો હતો. ઉપરાંત ત્રણે જણાવ્યું હતું કે અમે ત્રણ મર્ડર કરીને આવ્યા છે અને અમે કલ્પેશ કાછિયાના માણસો છે તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.