Get The App

મોડીરાતે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે બે પરિવાર વચ્ચે મારામારી

જૂના ઝઘડાની અદાવતે મારામારી થતા સામ સામે ફરિયાદ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
મોડીરાતે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા  પાસે બે પરિવાર વચ્ચે મારામારી 1 - image

વડોદરા,માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે જૂના ઝઘડાની અદાવત  રાખી બે પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે માંજલપુર પોલીસે સામ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે પાર્થભૂમિમાં રહેતા નિલમબેન ચૌહાણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧ લી તારીખે હું, મારી  દીકરી, દીકરો અને  પતિ માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચા  પીવા માટે ગયા હતા. રાતે અઢી વાગ્યે અમે ત્યાં ગયા ત્યારે  હાર્દિક મહેતા અમને જોઇને હસવા લાગ્યો હતો. જેથી, મેં તેેને કહ્યું કે, તું અમને જોઇને કેમ હસે છે ? મારા  પતિ પણ તેને કહેવા જતા મારા પતિ અને હાર્દિક  વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી.હાર્દિકે મને હાથ પર નખ મારી ઇજા પહોંચાડી હતી. 

જ્યારે સામા પક્ષે હાર્દિક મહેતાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, રાજકુમાર ચૌહાણે મને ફોન કરીને તુલસીધામ ચાર રસ્તા પાસે બોલાવતા હું ગયો હતો. તે સમયે રાજકુમાર, તેના પત્ની નિલમબેન, દીકરા તથા ભાડૂત શાંતિલાલ હતા. મને જોઇને રાજકુમારે ગાળો બોલવાનું શરૃ કરી માર માર્યો હતો. મેં મારા માતા - પિતાને  ફોન કરીને બોલાવ્યા હતા. રાજકુમારે મારા માતા - પિતા પર પણ હુમલો કર્યો હતો. લોકો ભેગા થઇ જતા મને વધુ મારમાંથી બચાવ્યો હતો. હુમલાખોરો કહેતા  હતા કે, તને પાર્થભૂમિ આવવાની ના પાડી છે. તેમછતાંય તું કેમ આવે છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તેઓએ અમને માર માર્યો હતો.


Google NewsGoogle News