Get The App

ચાપડ ગામે જમીનના ઝઘડાની અદાવતે બે પરિવાર વચ્ચે મારામારી

બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ચાપડ ગામે જમીનના ઝઘડાની અદાવતે બે પરિવાર વચ્ચે મારામારી 1 - image

વડોદરા,સાત વર્ષ પહેલા જમીન અંગે થયેલા ઝઘડાની અદાવત રાખી બે પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી છે.

ચાપડ ગામમાં રહેતો જયેશ સુખદેવભાઇ ચૌહાણ નવી બંધાતી સાઇટ પર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે પોણા આઠ વાગ્યે હું તથા મારો નાનો ભાઇ ભાવેશ ભાયલી રેલવે સ્ટેશન પર જમવાનું પાર્સલ કરાવતા હતા. તે દરમિયાન મારી મમ્મીએ મને ફોન કરીને કહ્યું કે, અગાઉ વર્ષ - ૨૦૧૭ માં જમીન બાબતે થયેલા ઝઘડામાં કોર્ટમાં સમાધાન કરવા અંગે પાડોશમાં રહેતા પરેશ છત્રસિંહ  પઢિયાર, મહેશ પઢિયાર, સંજય પઢિયાર, વર્ષા પઢિયાર, જ્યોત્સના  પઢિયાર તથા શિતલબેન પઢિયાર ધમકી આપવા આવ્યા હતા.મેં ગામમાં આવીને જોયું તો તેઓ લાકડી અને પાઇપ વડે મારી ગાડીની તોડફોડ કરતા હતા. તેઓએ અમારા  પર પણ હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ્યારે સામા પક્ષે શિતલબેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  અગાઉ થયેલા ઝઘડાના કારણે જયેશ ચૌહાણ, ભાવેશ ચૌહાણ, સુખદેવ ચૌહાણ તથા આકાશ ચૌહાણે મારા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News