એક જ રાતમાં બાવન નશેબાજોને શહેર પોલીસે ઝડપી પાડયા
૭૩૫ વાહન ચાલકોનું ચેકિંગ : ૧૦૦ વાહનો ડિટેન કરવામાં આવ્યા
વડોદરા,નવરાત્રિમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૃ કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૭૩૫ વાહન ચાલકોની ચેકિંગ કરવામાં આવ્યું હતું.
રાતે નશો કરીને નીકળી માથાકૂટ કરતા લોકો પર લગામ લગાવવા માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા તમામ પોલીસ સ્ટેશનને સઘન વાહન ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ગઇકાલે રાતે શહેરના અલગ - અલગ પોઇન્ટ પર પોલીસે હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન કુલ ૭૩૫ વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના ૫૨ કેસ કરવામાં આવ્યા છે. જ્યારે મોટર વ્હીકલ એક્ટ મુજબ ૧૦૦ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે.